એક સમતલ રસ્તા પર અચળ ઝડપે ગતિ કરતી ખુલ્લી કારમાં એક છોકરો એક દડાને શિરોલંબ હવામાં ઊછાળે છે અને ફરીથી પાછો કેચ કરે છે, તો કુટપાથ પર ઊભેલા બીજા છોકરા વડે આ દડાની ગતિનો ગતિપથ કેવો દેખાશે ? તમારા જવાબના સમર્થનમાં યોગ્ય સમજૂતી આપો.
ફૂટપાથ પર ઉભેલા છોકરાને બોલનો ગતિપથ પરવલયાકર દેખાશે. શિરોલંબ ફેકેલા દડાની સમક્ષિતિજ ઝડપ એ કારની અચળ ઝડપ જેટલી જ હશે તેથી સમાન સમયમાં બોલ અને કારે કાપેલું અંતર સમાન હશે તેથી જમીન પર ઊભેલા છોકરાની સાપેક્ષે શિરોલંબ ફંકેલા દડાનો ગતિપથ પરવલયાકાર હશે.
એક કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha $ ખૂણે ફેકવામા આવે અને બીજા કણ ને તે જ વેગથી જ શિરોલંબ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે તો તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો થાય?
એક પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા કેટલી થશે?
બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણે છોડેલી ગોળી જમીનને $3.0\, km$ દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે $5.0\, km$ દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો.
આપેલા વેગ માટે મહત્તમ અવધિ મેળવવા માટે પદાર્થને સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે ?
$40 \,m$ ની ઉંચાઈ ધરાવતી એક બિલ્ડીગ પરથી એક પદાર્થને $u =20 \,m / s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણો પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતીજ અવધી ............. $m$ થાય.