બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે $8 \,cm$ અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ $300 \,\mu T$. છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.
સમાન દિશામાં $30\,A$
વિષમ દિશામાં $30\,A$
વિષમ દિશામાં $60\,A$
વિષમ દિશામાં $300\,A$
વિદ્યુતપ્રવાહધારિત તારને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ જણાવો .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ પ્રવાહધારીત એક ચોરસ લૂપને $I_1$ સ્થાયી પ્રવાહ પસાર કરતાં લાંબા વાહકની નજીક સમક્ષિતિજ સમતલમાં મુકેલ છે. તો લૂપ શું અનુભવે?
બે લાંબા સમાંતર તાર એકબીજાથી $1\, m$ અંતરે છે. બન્નેમાંથી એક એમ્પિયર પ્રવાહ વહે છે. તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું આકર્ષણ બળ કેટલું હશે?
બે સમાંતર વિધુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.
$0.45\; m$ લંબાઈ અને $60\; g$ દળનો એક સીધો વાહક સળીયો તેના છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. આ તારોમાં થઈને સળીયામાં $5.0 \;A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.
$(a)$ આ વાહક સળીયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી (લટકાવેલ) તારોમાં તણાવ $(Tension)$ શૂન્ય થાય?
$(b)$ જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન (તણાવ) કેટલું હશે? (તારોનું દળ અવગણો). $g = 9.8\; m s^{-2}.$