વિદ્યુતપ્રવાહધારિત તારને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ જણાવો .
ચોરસ ફ્રેમ કઇ બાજુ ગતિ કરશે?
$3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?
બે સુરેખ સમાંતર તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતાં તેમની વચ્ચે ....... બળ લાગે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતાં તેમની વચ્ચે ...... બળ લાગે. ( અપાકર્ષણ, આકર્ષણ યોગ્ય શબ્દ લખો. )
બે લાંબા સમાંતર તાર એકબીજાથી $1\, m$ અંતરે છે. બન્નેમાંથી એક એમ્પિયર પ્રવાહ વહે છે. તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું આકર્ષણ બળ કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ અંતરે રહેલ બે તાર $A$ અને $B$ માથી $I_1$ અને $I_2$ પ્રવાહ પસાર થાય છે.$A$ ને સમાંતર અને $A$ થી $x$ અંતરે $I$ પ્રવાહ પસાર થતો ત્રીજો તાર $C$ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો $x$ ની શક્ય કિમત .....