$4 \,{amu}$ અને $16\, amu$ દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે $+2 {e}$ અને $+3 {e}$ છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....

  • [JEE MAIN 2021]
  • A

    હળવો આયન ભારે આયન કરતાં ઓછો વિચલન પામે

  • B

    હળવો આયન ભારે આયન કરતાં વધારે વિચલન પામે

  • C

    બંને આયન સમાન વિચલન પામે 

  • D

    એક પણ આયન વિચલન પામશે નહીં 

Similar Questions

એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વેગ $v$ સાથે દાખલ થાય છે, તો ભ્રમણનો આવર્તકાળ $T$ છે. જો પ્રોટોન $2 v$ વેગ સાથે દાખલ થાય, તો આવર્તકાળ કેટલો હશે?

$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?

  • [IIT 2004]

વિધુતપ્રવાહ અને તેના કારણે મળતાં ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ જાણવા કયો નિયમ ઉપયોગી છે ? તે જાણવો ?

સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$  છે. નીચેને કયો સંબંધ સાચો છે :

  • [IIT 1997]

સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.

  • [JEE MAIN 2022]