સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$ છે. નીચેને કયો સંબંધ સાચો છે :
$r_{\alpha} = r_d > r_p$
$r_{\alpha} = r_p = r_d$
$r_{\alpha} = r_p < r_d$
$r_{\alpha} > r_d > r_p$
સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ખૂબ જ લાંબા સીધા તારને સમાંતર વિદ્યુતભાર $Q$ ગતિ કરે છે. વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ?
એક ઓરડામાં, $6.5 \;G \left(1 \;G =10^{-4} \;T \right)$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રૉન $4.8 \times 10^{6} \;m s ^{-1}$ ઝડપે છોડવામાં આવે છે. વર્તુળાકાર કક્ષામાં ઈલેક્ટ્રૉનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઈલેક્ટ્રૉનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો.
$\left(e=1.5 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg \right)$
$m$ દળ ધરાવતો પ્રોટોન $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને $B$ જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર $d$ જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\alpha $ એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો $\sin \alpha$ નું મૂલ્ય કેટલું થશે?
સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક $\alpha-$ કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે