બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારોને બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચેની સીધી રેખા પર $A$ થી $B$ તરફ જતી વખતે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય છે?

  • A
    સતત વધે છે
  • B
    અચળ રહે છે
  • C
    ઘટે છે અને પછી વધે છે
  • D
    વધે છે અને પછી ઘટે છે

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યાનો એક નાનો વાહક ગોળો $R$ ત્રિજ્યાના મોટા પોલા વાહક ગોળાની અંદર કેન્દ્રિત રીતે રહેલો છે. મોટા અને નાના ગોળાઓ પર અનુક્રમે $Q$ અને $q$ વિદ્યુતભાર છે $(Q > q)$ અને તેઓ એકબીજાથી અવાહક છે. ગોળાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રીય અર્ધ-વલયો,જે સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવે છે,તેના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

નીચેની આકૃતિમાં,એક બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ થી બિંદુ $A, B$ અને $C$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય અનુક્રમે $W_A, W_B$ અને $W_C$ છે. તો ($A, B, C$ એ અર્ધવર્તુળ પરના બિંદુઓ છે અને બિંદુવત વિદ્યુતભાર $q$ એ અર્ધવર્તુળના કેન્દ્ર પર છે):

$3a$ ત્રિજ્યા અને $q$ કુલ વિદ્યુતભાર ધરાવતી એક સમાન વિદ્યુતભારિત રીંગ $xy$-સમતલમાં ઉગમબિંદુ પર કેન્દ્રિત છે. $q$ વિદ્યુતભારિત કણ $z$-અક્ષ પર રીંગ તરફ ગતિ કરે છે અને $z = 4a$ આગળ તેનો વેગ $v$ છે. તે ઉગમબિંદુને પાર કરી શકે તે માટે $v$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?

ત્રિજ્યા $R$ ધરાવતી રીંગ પર સમાન રીતે વિતરિત $+Q$ વિદ્યુતભારને કારણે તેની અક્ષ પર મૂકવામાં આવેલા બિંદુવત વિદ્યુતભાર $-q$ ની સ્થિતિઊર્જાની ગણતરી કરો. રીંગના કેન્દ્રથી અક્ષીય અંતર $z$ ના વિધેય તરીકે સ્થિતિઊર્જા $(P.E.)$ નો આલેખ દોરો. આલેખ પરથી,જો $-q$ ને રીંગના કેન્દ્રથી અક્ષ પર થોડું સ્થાનાંતરિત કરવામાં આવે તો શું થશે તે જણાવી શકશો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo