સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $50\,m$ છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ $........\,m$ થશે.
$50$
$50 \sqrt{2}$
$100$
$100 \sqrt{2}$
એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ના ખૂણે $V$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા અડધી જેટલી ઊંચાઈ પર હોય તો પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો શિરોલંબ દિશાનો ઘટક શું હશે ?
એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણા $80\,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો સમયના અંતરાલ $t=2\; s$ થી $t=6\; s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મુલ્ય ............ $m / s$ થાય. [$g =10 \,m/s{ }^2$ ]
પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?
ગતિમાન પદાર્થને તેની પ્રારંભિક ગતિ કરતાં અલગ દિશામાં નિયમિત રીતે અચળ બળ લગાવવામાં આવે તો તેનો ગતિપથ કવો હશે? (દા.ત., સમાંતર અને અસમાંતર દિશાઓને અવગણતા)?
કણ પ્રક્ષિપ્ત ગતિ કરે છે, જો $2 \,sec$ પછી તે સમક્ષિતીજ સાથે $30^o$ ખૂણો અને પછી $1\, sec$ પછી સમક્ષિતીજ હોય તો કણનો વેગ અને દિશા નીચેના પૈકી કઈ મળે?