વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો $1\,mm$ વાંચન આપે અને વર્નિયર સ્કેલના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો $4.1 \,cm$ અને $4.2 \,cm$ ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... $\times 10^{-2} \,cm$ હશે.
$413$
$411$
$141$
$412$
$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.
એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે.
મુખ્ય સ્કેલ પરનું અવલોકન $:\; 0\, mm$
વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $:\, 52$ કાપાઓ.
મુખ્ય સ્કેલ પરનો $1\, mm$ એ વર્તુળાકાર સ્કેલ પરના $100$ કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... $cm$ થશે.
સ્ક્રૂગેજની આકૃતિ આપેલ છે. આકૃતિ $(i)$ માં સ્ક્રૂગેજ જ્યારે બંધ કરેલ હોય ત્યારની શૂન્ય ત્રુટિ દર્શાવેલ છે. આકૃતિ $(ii)$ માં બોલ બેરિંગના વ્યાસ માપવા માટે લીધેળ અવલોકન માટેની સ્ક્રૂગેજની આકૃતિ છે. તો બોલ બેરિંગનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે? વર્તુળાકાર સ્કેલમાં $50$ કાંપા છે.