પૃથ્વીની સપાટી થી $2\,R$ ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ કેલો થાય? ($g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
$\frac{g}{9}$
$\frac{g}{3}$
$\frac{g}{4}$
$g$
જે પદાર્થનું વજન $1\,N$ છે તે પદાર્થનું દળ જણાવો.
પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega$ છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી $h$ ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ $h$ કેટલી હશે? $( h << R ,$ જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $9.8\, m\,s^{-2}$ છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને $4.9\, m\,s^{-2}$ થશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times10^6\, m$)
પૃથ્વીને અચળ ઘનતા ધરાવતો ગોળો માનવામાં આવે તો પૃથ્વીની અંદર કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વપ્રવેગ કોના સમપ્રમાણમાં હશે?
પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ $\left(\frac{1}{3}\right)$ વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... $km$ હશે
[પૃથ્વી ની ત્રિજયા $R =6400\, km , \sqrt{3}=1.732$ ]