આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
$6$ સેમી બાજુના ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ..........(સેમી$^2$ માં)
વર્તુળ $\odot( O , r)$ નું ક્ષેત્રફળ $240\,cm ^{2} $ છે અને $\odot( O , r)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો $45$ છે. તો લઘુવૃતાંશ$OACB$ નું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . cm ^{2}$ થાય.
વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ મેળવો.