નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.
કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.
કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
ગાઉસનો નિયમ કઈ પ્રણાલી માટે વિદ્યુતક્ષેત્રની સરળ ગણતરીમાં મદદ કરે છે ?
ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ $2 \times 10^{-9} \,{m}^{3}$ માં રહેલો વિદ્યુતભાર ...... $nC$ હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા $D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}$ હોય.
વિદ્યુત ફલક્સ ધન, ઋણ અને શૂન્ય ક્યારે ગણાય ? તે સમજાવો ?
એક અનંત રેખીય વિદ્યુતભાર $7 \,cm$ ત્રિજ્યાના અને $1 \,m$ લંબાઈના નળાકારની અક્ષ પાસે છે. જો નળાકારની વક્ર સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $250 \,NC ^{-1}$ નળાકારમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ .......... $Nm ^2 C ^{-1}$ છે.
આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે $12\, cm$ ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર $6\, cm$ અંતરે $+\,12 \,\mu C$ નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... $\times 10^{3} \,Nm ^{2} / C$ થશે.