આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે $12\, cm$ ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર $6\, cm$ અંતરે $+\,12 \,\mu C$ નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... $\times 10^{3} \,Nm ^{2} / C$ થશે.
$452$
$381$
$226$
$113$
$h$ ઊંચાઈ અને $R$ બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને $\vec E$ વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?
$(a)$ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો (ગાબડાં, વિચ્છેદ)ન હોઈ શકે. આવું શા માટે? $(b)$ બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો.
બે સમાંતર સુવાહક પૃષ્ઠોની એકબાજુનું ક્ષેત્રફળ $A$ છે. જો કોઈ એક પૃષ્ઠને વિદ્યુતભાર $Q$ આપવામાં આવે અને બીજીને તટસ્થ રાખવામાં આવે, તો બંને પૃષ્ઠોની વચ્ચે કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું છે ?
કેન્દ્ર પર રહેલા બિંદુવત્ વિધુતભાર $\mathrm{q}$ ને ઘેરતા $\mathrm{r}$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતાં ફલક્સ પરથી ગાઉસનો નિયમ મેળવો.