ગૅલિલિયોએ તેના પુસ્તક $“Two New Sciences”$ માં એવું વિધાન કર્યું છે. $45^o$ ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતાં બે જુદા-જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને $\theta_{ o },$ કોણે પ્રારંભિક વેગ $v _{ o }$ થી ફેંકવામાં આવે તો તેની અવધિ,

$R=\frac{v_{o}^{2} \sin 2 \theta_{0}}{g}$

હવે, ખૂણાઓ $\left(45^{\circ}+\alpha\right)$ તથા $\left( {{{45}^\circ } - \alpha } \right)$ માટે, $2{\theta _0}$ નું મૂલ્ય અનુક્રમે $\left(90^{\circ}+2 \alpha\right)$ અને $\left(90^{\circ}-2 \alpha\right),$ થશે. $\sin \left(90^{\circ}+2 \alpha\right)$ અને $\sin \left(90^{\circ}-2 \alpha\right)$ બંનેના મૂલ્યો સમાન એટલે કે $\cos 2 \alpha $ હોય છે. તેથી $45^{\circ}$ ના ખૂણા સાથે સમાન તફાવત $\alpha$ ધરાવતાં વધારે કે ઓછા મૂલ્યના ખૂણાઓ માટે અવધિ $R$ નું મૂલ્ય સમાન હોય છે. તે

Similar Questions

બે પદાર્થોને જમીન પરથી $40\,ms^{-1}$ની સમાન ઝડપ સાથે પરંતુ સમક્ષિતિજની સાપેક્ષે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે.જો એક વસ્તુને સમક્ષિતિજને સાપેક્ષ $60^{\circ}$ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલ મહતમ ઊંચાઈઓનો સરવાળો $.........\,m$ હશે.$(g=10\,ms^{-2}$ આપેલ છે)

  • [JEE MAIN 2023]

સમક્ષિતિજથી $30^{\circ}$ ને ખૂણે એક પથ્થર ફેંકવામાં આવે છે. તો પ્રક્ષેપન બિંદુએ પથ્થરની ગતિઉર્જા અને મહત્તમ ઊંચાઈએ તેની ગતિઉર્જાની ગુણોત્તર

  • [JEE MAIN 2023]

એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણા $80\,m / s$ ની ઝડપે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો સમયના અંતરાલ $t=2\; s$ થી $t=6\; s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મુલ્ય ............ $m / s$ થાય. [$g =10 \,m/s{ }^2$ ]

કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે ખૂણે $\theta$ ફેકવામા આવે તો મહત્તમ ઊચાઇએ તેના વેગમા કેટલો ફેરફાર થાય?

એક પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઇએ તેની ગતિઊર્જા કેટલી થશે?

  • [AIEEE 2002]