સમક્ષિતિજથી $30^{\circ}$ ને ખૂણે એક પથ્થર ફેંકવામાં આવે છે. તો પ્રક્ષેપન બિંદુએ પથ્થરની ગતિઉર્જા અને મહત્તમ ઊંચાઈએ તેની ગતિઉર્જાની ગુણોત્તર

  • [JEE MAIN 2023]
  • A

    $1: 2$

  • B

    $1: 4$

  • C

    $4: 1$

  • D

    $4: 3$

Similar Questions

એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :

બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણે છોડેલી ગોળી જમીનને $3.0\, km$ દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે $5.0\, km$ દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો.

સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણો કણને છોડવામાં આવે ત્યારે તેની અવધી $1.5 \;km$ છે. જ્યારે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે તેને છોડવામાં આવે ત્યારે અવધી કેટલી થાય?

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$  પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્યન સમય, માત્ર પ્રારંભિક વેગના શિરોલંબ ઘટક પર આધાર રાખે છે. 

$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શૂન્ય હોય છે.

$(c)$  પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.

કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y =\sqrt{3} x -\frac{ gx ^2}{2}$ હોય તો પ્રક્ષિપ્તકોણ ......... $^o$ હશે.