$\frac {1}{7}$ અને $\frac {2}{7}$ વચ્ચેની એક અસંમેય સંખ્યા શોધો.
આપણે જોયું કે $\frac{1}{7}=0 . \overline{142857}$ છે. આથી, એકદમ સરળતાથી $\frac{2}{7}=0 . \overline{285714}$ ની ગણતરી તમે કરી શકશો.
$\frac{1}{7}$ અને $\frac{2}{7},$ વચ્ચે એક અસંમેય સંખ્યા શોધવા માટે એક એવી સંખ્યા લઇએ કે જે આ સંખ્યાઓની વચ્ચે એક અનંત અનાવૃત સંખ્યા હોય. અલબત્ત, તમે આવી અનંત સંખ્યાઓ શોધી શકશો. આવી એક સંખ્યાનું ઉદાહરણ $0.150150015000150000$ ............ છે.
$7 \sqrt{5}, \,\frac{7}{\sqrt{5}}, \,\sqrt{2}+21, \,\pi-2$ એ અસંમેય સંખ્યાઓ છે કે નહિ ? ચકાસો.
સાબિત કરો કે $0.3333... =$ $0 . \overline{3}$ ને $p$ પૂર્ણાક હોય અને $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p,\, q$ માટે $\frac {p }{q }$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $\frac {p}{q}$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો.
$(i)$ $0 . \overline{6}$
$(ii)$ $0 . 4\overline{7}$
$(iii)$ $0 . \overline{001}$
$\frac{1}{2+\sqrt{3}}$ ના છેદનું સંમેયીકરણ કરો.
$ \sqrt{9.3}$ ને સંખ્યારેખા પર દર્શાવો.