સ્પિન કરીને ફેંકેલા બોલનો ગતિમાર્ગ વક્ર કેમ બને છે ? તે બર્નુલીના સિદ્ધાંત પરથી સમજાવો.
$(i)$ સ્પિન થયા વિના ગતિ કરતો બોલ :
આકૃતિમાં હવાની સાપેક્ષે સ્પિન થયા વિના ગતિ કરતો બોલ અને આસપાસની ધારારેખાઓ દર્શાવી છે.
ધારારેખાઓની સંમિતિ પરથી એ સ્પષ્ટ છે કે, બોલની ઉપરના અને નીચેનાં વિભાગમાં ધારારેખાઓની ગીચતા સમાન છે તેથી બન્ને વિભાગમાં હવાના વેગ સમાન મળે છે, પરિણામે દબાણ-તફાવત શૂન્ય રહે છે.
આથી હવા બોલ પર ઉપર તરફ કે નીચે તરફ કોઈ બળ લગાડતું નથી.
$(ii)$ સ્પિન થવા સાથે ગતિ કરતો બોલ
આાકૃતિમાં સ્પિન કરીને ફેક્લો બોલ દર્શાવ્યો છે.
સ્પિન થતો બોલ હવાને તેની સાથે ઘસડે છે.
જો સપાટી ખરબચડી હોય તો વધુ હવા ઘસડાય છે.
આકૃતિમાં બોલની ઉપરની હવાની ધારારેખાની ગીચતા વધું તેમ હવાનો વેગ વધુ છે અને તેથી બોલ પર ઓછું દબાણ લાગે છે. બોલની નીચેની ધારારેખાની ગીચતા ઓછી છે તેથી વેગ ઓછો છે અને બોલ પર હવાનું દબાણ વધુ છે. આમ, બોલની ઉપર અને નીચેની સપાટીઓ વચ્ચે દબાણ-તફાવત ઉદ્ભવે છે અને તેથી બોલ પર પરિણામી બળ, ઊર્પ્વદિશામાં લાગે છે.
સ્પિન થવાને લીધે ઉદ્દભવતી આ ડાયનેમિક લિફટને મેગ્નસ $(Magnus)$ અસર કહે છે.
બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $3.5 × 10^5\, N/m^{2}$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $3.0 × 10^5\, N/m^{2}$ હોય,તો પાણીનો વેગ ........ $m/s$ થાય.
બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ
જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?
વેન્યુરીમીટર $..........$ પર કાર્ય કરે છે.
$800 \,kgm ^{-3}$ ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ $a$ થી ઘટીને $\frac{a}{2}$ થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4100 \,Pa$ છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ $\frac{\sqrt{x}}{6} ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. $\left( g =10 ms ^{-2}\right.$ છે.)