બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો.
ધારો કે આકૃતિ $(a)$ માં બતાવ્યા મુજબના બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો અદિશ ગુણાકાર,
$\overrightarrow{ A } \cdot \overrightarrow{ B }=|\overrightarrow{ A }||\overrightarrow{ B }| \cos \theta$
$\vec{A} \cdot \vec{B}=A B \cos \theta$$\ldots$ $(1)$જે આદિશ છે.
જ્યાં $\theta$ એ $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો છે.
આ ગુણાકાર રીતે દર્શાવી શકાય.
રીત $1$ :
આકૃતિ $(a)$ પ્રમાણે દોરીને $\vec{B}$ ના શીર્ષ પરથી $\vec{A}$ પર લંબ દોરીએ તો $OM$ મળે જે આકૃતિમાં બતાવેલ છે $OM$ ને$\overrightarrow{ B }$ નો $\overrightarrow{ A }$ પરનો લંબ પ્રક્ષેપ અથવા $\overrightarrow{ B }$ નો $\overrightarrow{ A }$ ની દિશામાંનો ધટક કહે છે.
$\therefore$ OM$=\vec{B}$ નો $\vec{A}$ પરનો પ્રક્ષેપ
$=B \cos \theta$
$\therefore \overrightarrow{ A } \cdot \overrightarrow{ B }$$=A B \cos \theta$
$=A(B \cos \theta)$
$=A(O M)$
કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો.
જો $\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m$ અને $\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m$ છે. સદિશ $\vec{A}$ નો સદિશ $\vec{B}$ ની દિશામાંના ધટકનું મૂલ્ય $.....m$ થશે.
$\vec A = 3\hat i + 4\hat j + 5\hat k$ અને $\vec B = 3\hat i + 4\hat j - 5\hat k$ સદીશો વચ્ચેનો ખૂણો ($^o$ માં) કેટલો હશે?
$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?