ધન વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની આકૃતિ દોરો.
વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.
સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
એકસમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times {10^3}\hat i\;N/C$ નો વિચાર કરો.
$(a)$ $yz$ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા $10 \,cm$ ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફલક્સ કેટલું હશે? $(b)$ જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ $x$ -અક્ષ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે તો તેમાંથી ફલક્સ કેટલું હશે?
સમક્ષિતિજ સમતલમાં તેની અંદરની બાજુની રેખા પર કોઈ વિદ્યુતભાર ન હોય તેવો $a$ ત્રિજ્યાનો સમતલ સપાટી વાળો એક અર્ધ ગોળો છે. તેની શિરોલંબ દિશા સાથે $\pi /4$ ખૂણો બનાવે તેમ સમાન વિદ્યુતક્ષેત્ર આવેલું છે. અર્ધ ગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ....... છે.
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.