વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુતક્ષેત્ર રેખાઓ.
અવકાશમાં વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની દિશામાં જ હોય તેવાં સદિશો દોરો કે જેમના મૂલ્ય દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય.
બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય $\mathrm{E}=\frac{k \mathrm{Q}}{r^{2}}$ હોવાથી જેમ જેમ વિદ્યુતભારથી દૂર જઈએ તેમ તેમ સદિશ નાના થતાં જાય છે અને હંમેશાં ત્રિજયાવર્તી દિશામાં હોય છે. (જો ધન વિદ્યુતભાર હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફ હોય છે.) જે આકૃતિમાં બતાવ્યું છે.
આકૃતિમાં દરેક તીરના પુચ્છ પર મૂકેલા એકમ ધન વિધુતભાર પર લાગતું બળ એટલે તે બિંદુ આગળની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. તીરોને તીરની દિશામાં જોડવાથી ક્ષેત્ર રેખા મળે છે. જે બિંદુવતું વિદ્યુતભાર માટે અનંત મળે છે.
વિદ્યુતભારના ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્રરેખાઓની ગીચતા (ઘનતા) દ્વારા દર્શાવાય છે.
વિદ્યુતભારની નજીક વિદ્યુતક્ષેત્ર પ્રબળ હોય છે અને ક્ષેત્રરેખાઓની ઘનતા વધુ છે એટલે કે નજીક નજીક છે જ્યારે વિદ્યુતભારથી દૂર સેત્ર નબળું હોય છે અને ક્ષેત્ર રેખાઓની ઘનતા (ગીચતા) ઓછી છે તેથી દૂર દૂર હોય છે.
$h$ ઊંચાઈ અને $R$ બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને $\vec E$ વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
ગોળા અંદર વિદ્યુતભાર $+ 2 × 10^{-6}\ C, -5 × 10^{-6}\ C, -3 × 10^{-6}\ C, +6 × 10^{-6}\ C$ હોય,તો ગોળામાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.
આકૃતિ માં દર્શાવેલ વક્રો પૈકી કયો/યા વક્ર સ્થિતવિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહિ?
આકૃતીમાં વિદ્યુતભાર રચનાને કારણે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. આ પરથી આપણો કહીં શકીએે કે