નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$(i)$ $x^{2}+x$
$(ii)$ $x-x^{3}$
$(iii)$ $y+y^{2}+4$
$(i)$ $x^{2}+x$
અહીં $x^{2}+x$ ની મહત્તમ ઘાત $2$ છે. તેથી તે દ્વિઘાત બહુપદી છે.
$(ii)$ $x-x^{3}$
અહીં $x-x^{3}$ ની મહત્તમ ઘાત $3$ છે. તેથી તે ત્રિઘાત બહુપદી છે.
$(iii)$ $y+y^{2}+4$
અહીં $y+y^{2}+4$ ની મહત્તમ ઘાત $2$ છે. તેથી તે દ્વિઘાત બહુપદી છે.
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=lx+m,\,\, x=-\,\frac{m}{l}$
$x$ ની $x = 0$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો : $p(t)=2+t+2 t^{2}-t^{3}$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $q(y)=3 y^{3}-4 y+\sqrt{11}$, $y=2$ આગળ