વર્તુળાકાર બગીચો કે જેનો વ્યાસ $105\,m$ છે તેની ફરતે તારની જાળી બાંધવાની છે તો તારજાળીની લંબાઈ $\ldots \ldots \ldots \ldots m$ થાય.
$165$
$210$
$660$
$330$
વર્તુળો $\odot( O , 6)$ અને $\odot( P , 12)$ ના ક્ષેત્રફળોનો ગુણોતર મેળવો.
વર્તુળ કે જેની ત્રિજ્યા $14\,cm $ છે તેની બે ત્રિજ્યા$ \overline{ OA }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તો ખૂણા $\angle AOB$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$ મેળવો.
એક વર્તુળનો પરિઘ $176$ સેમી છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમી માં)
આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)
$20$ મી $\times 16$ મી પરિમાણવાળા લંબચોરસ ખેતરના કોઈ એક ખૂણે, $14$ મી લંબાઈના દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાય ચરી શકે તેટલા ખેતરના ભાગનું ક્ષેત્રફળ શોધો. (મી$^{2}$ માં)