એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે $0.5\;mm$ ના પીચ અને વર્તુળાકાર સ્કેલના $50$ કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો $45$ માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો $0.5\, mm$ તથા વર્તુળાકાર સ્કેલ પર $25$ મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... $mm$ થશે.

  • [JEE MAIN 2016]
  • A

    $0.70$

  • B

    $0.50$

  • C

    $0.75$

  • D

    $0.80$

Similar Questions

એક તારનો વ્યાસ માપવા વપરાતા એક સ્ક્રુ ગેજ નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે

મુખ્ય માપનું અવલોકન: $0\;mm$

વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?

  • [AIEEE 2011]

$0.5\,mm$ પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ $6.8\,cm$ લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $1.5\,mm$ અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $7$ મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ $cm^2$ થશે.

[સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $50$ કાપા છે]

  • [JEE MAIN 2022]

વિધાન $A:$ જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા $50$ હોય તો તેની લઘુત્તમ માપશક્તિ $0.001\, {cm}$ છે.

કારણ $R:$ લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2021]

જો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ વર્નિયર ડિવિઝન (વિભાગ)ના $50$ કાપાઓ બરાબર હોય અને મુખ્ય સ્કેલ પરનું નાનામાં નાનું અવલોકન $0.5 \mathrm{~mm}$ હોય, તો . ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપ માટેનો વર્નિયર અચળાંક________છે.

  • [JEE MAIN 2024]

 નીચેના પ્રશ્નોના જવાબ આપો :

$(a)$ તમને એક દોરી અને મીટરપટ્ટી આપેલ છે. તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો ?

$(b)$ એક સ્ટ્રગેજમાં પૈચઅંતર $1.0\, mm$ અને વર્તુળાકાર સ્કેલ પર $200$ વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય ? 

$(c)$ પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં $100$ અવલોકનો વડે મેળવેલ વ્યાસને અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે ?