એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.
$0.001$
$0.0002$
$0.002$
$0.005$
ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.
$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.
સ્ક્રૂગેજ માટે પીચ $1\, mm$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી $8$ કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો $72$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... $mm$ છે.