સમયના વિધેયના સ્વરૂપમાં કોઇ કણના સ્થાન સદિશ $\overrightarrow {R} = 4\sin \left( {2\pi t} \right)\hat i + 4\cos \left( {2\pi t} \right)\hat j$ વડે આપવામાં આવે છે, જયાં $R$ મીટરમાં, $t$ સેકન્ડમાં અને $\hat i$ અને $\hat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
સુરેખ માર્ગે થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચે કેટલો ખૂણો હોઈ શકે ? ઉદાહરણ આપી જણાવો.
કોઈપણ સમયે, કણના $x$ અને $y$ યામ અનુક્રમે $x=5t-2t^{2}$ અને $y=10t$ છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t =2\,s$ પર કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
એક છોકરી $5\,ms^{-1}$ ની ઝડપથી ઉત્તર દિશામાં સાઇકલ ચલાવે છે જો તેની ઝડપ વધારીને $10\,ms^{-1}$ કરે તો તેને વરસાદ શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે પડતો દેખાય છે, તો વરસાદની ઝડપ કેટલી છે ? જમીન પરના અવલોકનકારને વરસાદ પડવાની દિશા કઈ દેખાશે ?