એક છોકરી $5\,ms^{-1}$ ની ઝડપથી ઉત્તર દિશામાં સાઇકલ ચલાવે છે જો તેની ઝડપ વધારીને $10\,ms^{-1}$ કરે તો તેને વરસાદ શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે પડતો દેખાય છે, તો વરસાદની ઝડપ કેટલી છે ? જમીન પરના અવલોકનકારને વરસાદ પડવાની દિશા કઈ દેખાશે ?
ઉતર દિશામાંનો એકમ સદિશ $\hat{i}$ અને અધોદિશામાંનો એકમ સદિશ $-\hat{j}$ લેતા,
વરસાદનાં ટિપાનો વેગ $\overrightarrow{v_{r}}=a \hat{i}+b \hat{j}$
પ્રથમ કિસ્સો :
છોકરીનો વેગ $\overrightarrow{v_{g}}=5 i\,m\,s ^{-1}$
છોકરીની સાપેક્ષે ટીપાંનો વેગ, $\vec{v}_{r g}=\vec{v}_{r}-\vec{v}_{g}$
$=(a \hat{i}+b \hat{j})-5 \hat{i}$
$=(a-5) \hat{i}+b \hat{j}$
પણ ટીપું અધોદિશામાં પડે છે, તેથી $a-5=0 \Rightarrow \therefore a=5$....(1)
બીજો કિસ્સો:
$\overrightarrow{v_{g}}=10 \hat{i} m s ^{-1}$
$\therefore$ છોકરીની સાપેક્ષે ટીપાંનો વેગ $\vec{v}_{r g}=\overrightarrow{v_{r}}-\overrightarrow{v_{g}}=(a \hat{i}+b \hat{j})-5 \hat{i}=(a-10) \hat{i}+b \hat{j}$
ટીપું ઊર્ધ્વદિશા સાથે $45^{\circ}$ ના ખૂણો પડતું દેખાય છે.
તેથી $\tan 45^{\circ}=\frac{b}{a-10}$
$\therefore 1=\frac{b}{a-10}$
$\therefore a-10=b$
$\therefore 5-10=b$ (પરિણામ $(1)$ પરથી)
$\therefore b=-5$$.............2$
$\therefore$ વરસાદ (ટિપાનો)નો વેગ $\overrightarrow{v_{r}}=a \hat{i}+b \hat{j}=5 \hat{i}-5 \hat{j} \quad$ (પરિણામ $(1)$ અને $(2)$ પરથી)
અને મૂલ્ય એટલે ઝડપ $=\sqrt{(5)^{2}+(-5)^{2}}=\sqrt{25+25}=\sqrt{50}$
$\therefore v_{r}=5 \sqrt{2} m s ^{-1}$
$xy-$ સમતલમાં ગતિ કરતાં કણનું સ્થાન સમય $t$ ના પદમાં $x = (3{t^2} - 6t)$ મીટર , $y = ({t^2} - 2t)$ મીટર મુજબ આપવામાં આવે છે. તો ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?
જમીનની સાપેક્ષે $A$ અને $B$ કણોના વેગ અનુક્રમે ${\overrightarrow v _A}$ અને ${\overrightarrow v _B}$ હોય તો
$(a)$ $B$ ની સાપેક્ષે $A$ ના વેગનું સૂત્ર લખો.
$(b)$ $A$ ની સાપેક્ષે $B$ ના વેગનું સૂત્ર લખો.
$(c)$ ${\overrightarrow v _{AB}}\, = \, - \,{\overrightarrow v _{BA}}$ સાચું છે ?
રોકેટના ઉડ્ડયનને પ્રક્ષિપ્ત ગતિ ગણી શકાય ? કારણ આપો.
અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. તથા અવલોકનકાર એક હોય અને ગતિ કરતાં પદાર્થો બે હોય.