$10\,g$ નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં $2 x$ પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં $x$ એ $SI$ એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો $\left(\frac{10}{x}\right)^{-n}\,J$ છે. $n$ની કિંમત .......... હશે.
$1$
$3$
$4$
$2$
એક બાળક હીંચકા પર બેસીને હીંચકા ખાય છે. પૃથ્વીની સપાટીથી તેની ન્યુનતમ ઊંચાઇ અને મહત્તમ ઊંચાઇ અનુક્રમે $0.75\,m$ અને $2\,m$ છે. હીંચકાનો મહત્તમ વેગ ($m/s$ માં) કેટલો હશે?
$1 \;kg $ દળવાળા પદાર્થને $20\; m/s$ જેટલા વેગથી ઊર્ધ્વ તરફ ફેંકવામાં આવે છે. પરિણામે તે $18\; m$ જેટલી ઊંચાઇ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર થાય છે. હવાના ઘર્ષણના કારણે ગુમાવતી ઊર્જા કેટલી ($J$ માં) હશે? ($g=10 \;ms^{-2}$)
એક ઘર્ષણરહિત ટેબલ પર એેક સાંકળ તેની લંબાઈ નો $\frac{1}{5}$ ભાગ ટેબલની ધારથી નીચે લટક્તો હોય તેમ રાખેલ છે. જો સાંકળની લંબાઈ $L$ અને દળ $M$ હોય, તો તે લટકતા ભાગને ફરી ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?
એક સાઇકલ-સવાર $1 0 \,m$ અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું $200 \,N$ બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. $(a)$ રસ્તા વડે સાઇકલ પર કેટલું કાર્ય થયું હશે ? $(b)$ સાઇકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ?
$10 \;g$ દળની ગોળી રાઇફલમાંથી $1000 \;m/s$ ના પ્રારંભિક વેગથી બહાર નીકળે છે અને સમાન સ્તરે $500\; m/s$ ના વેગથી પૃથ્વી સાથે અથડાય છે. હવાના ઘર્ષણ વિરુદ્વ કરવું પડતું કાર્ય (જૂલમાં) કેટલું હશે?