એક માધ્યમમાં $m= 10^{-2}$ $kg$ દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે $F= -kv^2$ નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ $v_0= 10$ $ms^{-1}$ છે.જો $10$ $s$ પછી તેની ઊર્જા $\frac{1}{8}$ $mv_0^2$ છે,તો $k$ નું મૂલ્ય
$10^{-3}$ $kg m^{-1}$
$10^{-3}$ $kg s^{-1}$
$10^{-4}$ $ kg m^{-1}$
$10^{-1}$ $kg m^{-1} s^{-1}$
એક ગનમાંથી એક બુલેટ ખૂબ જ મોટા લાકડાના બ્લોકમાં મારતાં ગોળી બ્લોકમાં $6 m$ ગતિ કરે ત્યારે તેનો વેગ અડધો થાય છે, તો તે વધારાનું ............. $\mathrm{cm}$ અંતર કાપી સ્થિર થશે.
$m$ દળની એક છરી લાકડાના એક મોટા બ્લોક $x$ ઊંચાઈએ છે. છરીને મુક્તપતન કરાવવામાં આવે છે, બ્લોકને અથડાય છે અને તેમાં $y$ અંતર સુધી ઘૂસીને અટક છે. છરીને અટકાવવા માટે લાકડાના બ્લોક વડે થયેલ કાર્ય કેટલું હશે?
કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)
એક લિટર પેટ્રોલના સંપૂર્ણ દહનથી $3\times 10^7\,J$ ઉષ્માઊર્જા મળે છે. ડ્રાઇવરના દળ સહિત $1200\,kg$ દળ ધરાવતી કાર ટેસ્ટ ડ્રાઇવમાં સીધા રસ્તા પર નિયમિત ઝડપ સાથે પ્રતિલીટરે $15\,km$ ગતિ કરે છે. કારના એન્જિનની કાર્યક્ષમતા $0.5$ હોય, તો રોડની સપાટી અને હવા વડે લાગતું ઘર્ષણ બળ સમાન ધારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાર પર લાગતું ઘર્ષણબળ શોધો.
આકુતિ. માં સમાન દળ $m_{1}=m_{2}$ ના બે બિલિયર્ડ બૉલ વચ્ચે ની અથડામણ દર્શાવી છે. પ્રથમ બૉલ મારક $(Cue)$ કહેવાય છે જ્યારે બીજો બૉલ લક્ષ્ય $(Target)$ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બૉલને ખૂણાના કાણામાં નાખવા’ $(To Sink)$ માગે છે, જે $\theta_{2}=37^{\circ} $ ખણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્ત્વના નથી, તો $\theta_{1}$ મેળવો.