એક લિટર પેટ્રોલના સંપૂર્ણ દહનથી $3\times 10^7\,J$ ઉષ્માઊર્જા મળે છે. ડ્રાઇવરના દળ સહિત $1200\,kg$ દળ ધરાવતી કાર ટેસ્ટ ડ્રાઇવમાં સીધા રસ્તા પર નિયમિત ઝડપ સાથે પ્રતિલીટરે $15\,km$ ગતિ કરે છે. કારના એન્જિનની કાર્યક્ષમતા $0.5$ હોય, તો રોડની સપાટી અને હવા વડે લાગતું ઘર્ષણ બળ સમાન ધારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાર પર લાગતું ઘર્ષણબળ શોધો.
કાર વડે વપરાતી ઊર્જા = $\eta \times E$
જ્યાં, $\eta=$ કાર્યક્ષમતા = $0.5$
$E =1$ લિટર પેટ્રોલમાંથી મળતી ઊર્જા
$=0.5 \times 3 \times 10^{7}$
$=1.5 \times 10^{7} J$
જે ઘર્ષણબળ $f$ હોય તો
$E=W=f \times s$
$\therefore \quad 1.5 \times 10^{7}=f \times s$
જે ઘર્ષણબળ $f$ હોય તો
$E = W =f \times s$
$\therefore \quad 1.5 \times 10^{7}=f \times s$
$\therefore f=\frac{1.5 \times 10^{7}}{15 \times 10^{3}} \quad(\because$ સ્થાનાંતર $s =15\,km )$
$\therefore f=10^{3}\,N$
$M$ દળ અને $v$ વેગ ઝડપે સીધા રસ્તા પર ગતિ કરતાં સાધનનું અટકાયત અંતર ગણો. (( $\mu $ ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક છે.)
$1\;g$ દળ ધરાવતું એક વરસાદનું ટીપું $1\;km $ ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે $50\;m/sec$ ની ઝડપથી અથડાય છે. જો $g$ નું મૂલ્ય $10 \,m/s^{2}$ અચળ છે. $(i)$ ગુરુત્વાકર્ષણ બળ અને $(ii)$ હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?
$2 kg $ દળના બે સમાન બોલ એકબીજા સાથે $5 m/s$ ના વેગથી ગતિ કરે છે. તે એકબીજા સાથે અથડાઈને અડકીને પાછા સ્થિર સ્થિતિએ આવે છે તો આંતરકી બળ દ્વારા થતું કાર્ય કેટલા......$J$ હશે ?
શિરોલંબ રહેલી $400 g $ નીમીટર પટ્ટીને ${60^0}$ ઘૂમાવતા થતું કાર્ય....$J$
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે. ગતિ ઊર્જામાં પ્રતિશત વ્યય (ક્ષય) ......... $\%$ છે.