$5\, kg$ ના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે,તેના પર $25 \,N $ નું બળ દ્વારા $10 \,m$ ખસેડતાં બ્લોક ........ $J$ ગતિઉર્જા પ્રાપ્ત કરશે.

  • A

    $330$

  • B

    $150$

  • C

    $100$

  • D

    $50$

Similar Questions

જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા .........  $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2007]

$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.

કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો : 

$(a)$ દોરડા સાથે બાંધેલી બાલદી (ડૉલ) કૂવામાંથી બહાર કાઢતાં માણસ વડે થયેલ કાર્ય

$(b)$ ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય.

$(c)$ ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય 

$(d)$ ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય 

$(e)$ દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે  હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય

$600\,N$ વજનનો એક પુખ્ત વ્યક્તિ $1\,m$ લંબાઈના દરેક પગથીયાને જ્યારે જોગિંગ કરતી વખતે તેના શરીરના ગુરુત્વકેન્દ્રને $0.25\,m$ જેટલું ઉપર લઈ જાય છે. જમીન અને હવાના ઘર્ષણના કારણે ઊર્જાનો વ્યય થતો નથી તેવું ધારીને જો તે $6\,km$ માટે જોગિંગ કરે તો તેના વડે વપરાતી ઊર્જા ગણો. પુખ્તવયની વ્યક્તિનું શરીર તેણે લીધેલા ખોરાકના $10\,\%$ ઊર્જામાં રૂપાંતર કરી શકવા સમર્થ છે તેમ ગણી જોગિંગને માટે વપરાયેલ ઊર્જાને સરભર કરવા ખોરાકને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો.

જો પદાર્થ પર ચાંત્રિક કાર્ય થાય તો ગતિઊર્જા વધે કે ઘટે ?