$600\,N$ વજનનો એક પુખ્ત વ્યક્તિ $1\,m$ લંબાઈના દરેક પગથીયાને જ્યારે જોગિંગ કરતી વખતે તેના શરીરના ગુરુત્વકેન્દ્રને $0.25\,m$ જેટલું ઉપર લઈ જાય છે. જમીન અને હવાના ઘર્ષણના કારણે ઊર્જાનો વ્યય થતો નથી તેવું ધારીને જો તે $6\,km$ માટે જોગિંગ કરે તો તેના વડે વપરાતી ઊર્જા ગણો. પુખ્તવયની વ્યક્તિનું શરીર તેણે લીધેલા ખોરાકના $10\,\%$ ઊર્જામાં રૂપાંતર કરી શકવા સમર્થ છે તેમ ગણી જોગિંગને માટે વપરાયેલ ઊર્જાને સરભર કરવા ખોરાકને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો.
વ્યક્તિનું વજન $m g=600 N$
શરીરના ગુરુત્વકેન્દ્રને જેટલું ઉંચે લઈ જઈએ તેટલી જ પગથિયાની ઊંચાઈ ગણાય.
$\therefore$ દરેક પગથિયાની ઊંચાઈ $h=0.25 m$
દરેક પગથિયાની પહોળાઈ $b=1 m$
$\therefore$કાપેલ કુલ અંતર $d=6 km$
$\therefore$ કુલ પગથિયાની સંખ્યા $n=\frac{d}{b}$
$=\frac{6000}{1}$
$=6000$
જેગિંગમાં વપરાતી કુલ ઉર્જા = $n( mgh )$
$=6000 \times 600 \times 0.25$
$=9 \times 10^{5} J$
ખોરાકમાંથી મળતી ઊર્જા $\times 10 \%=$ જોગિંગમાં વપરાતી ઊર્જા
$\therefore$ખોરાકમાંથી મળતી ઊર્જા$=$ જોગિંગમાં વપરાતી ઊર્જા/ $10 \%$
$=\frac{9 \times 10^{5} \times 100}{10}$
$=9 \times 10^{6} J$
$5\,N$ નું બળ સમક્ષિતિજ સાથે $ \theta $ ખૂણે લાગતાં પદાર્થનું સ્થાનાંતર $0.4 m$ સમક્ષિતિજ દિશામાં થાય છે.જો પદાર્થની ગતિઊર્જા $1 J$ પ્રાપ્ત કરતો હોય,તો બળનો સમક્ષિતિજ ધટક કેટલા ......$N$ થાય?
કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $200\,g$ દળ ધરાવતી બુલેટ (ગોળી)ને $90\,J$ જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા $1\,s$ માં ધટીને $40\,J$ થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર $.......\,m$ હશે.
પરમાણુ બોમ્બનો સિદ્ધાંત લખો અને પરમાણુ બોમ્બમાં કઈ ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે તે જણાવો.
જો $E \,-\,V < 0$ હોય, તો આ સ્થિતિ શક્ય છે ?