$4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$
$32 $
$16 $
$10 $
$2.5$
અચળ ઝડપથી ગતિ કરતાં પદાર્થ પર થતું કાર્ય કેટલું થાય ?
$10\; g$ દળનો એક કણ $ 6.4\; cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} J $ થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય ($m/s^{2}$ માં) કેટલું હશે?
$1\, kg$ કોલસાના દહનથી કેટલી ઊર્જા મુક્ત થાય ?
જો $E \,-\,V < 0$ હોય, તો આ સ્થિતિ શક્ય છે ?
$1 \;kg $ દળવાળા પદાર્થને $20\; m/s$ જેટલા વેગથી ઊર્ધ્વ તરફ ફેંકવામાં આવે છે. પરિણામે તે $18\; m$ જેટલી ઊંચાઇ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર થાય છે. હવાના ઘર્ષણના કારણે ગુમાવતી ઊર્જા કેટલી ($J$ માં) હશે? ($g=10 \;ms^{-2}$)