રોકેટમાંથી અધોદિશામાં વાયુ બહાર નીકળતાં તે સીધું ઉપર તરફ પ્રવેગિત થાય છે, તે $u$ જેટલી સાપેક્ષ ઝડપથી નાના સમય અંતરાલ $\Delta t$ માં $\Delta m$ દળનો વાયુ બહાર કાઢે છે, તો $t + \Delta t$ અને $t$ સમયે સમગ્ર તંત્રની ગતિઊર્જા ગણો અને દર્શાવો કે આ સમય અંતરાલમાં જે સાધનમાંથી વાયુ બહાર નીકળે તેનાથી થતું કાર્ય $= \frac {1}{2}\Delta mu^2$ છે. (ગુરુત્વાકર્ષણની અસરો અવગણો.)
$10\; m$ ઊચાઇના એક ઘર્ષણવાળા ઢાળની સપાટી પર $ 2\; kg $ દળના પદાર્થને ઉપર લઇ જવા માટે $300\; J $ કાર્ય કરવું પડે છે. ઘર્ષણ વિરુદ્વ થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે? ($g=10 \;ms^{-2} $ લો.)
સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$ સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.
$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?
જો પદાર્થ પર ચાંત્રિક કાર્ય થાય તો ગતિઊર્જા વધે કે ઘટે ?