$m \mathrm{~kg}$ દળ ધરાવતી એક વસ્તુ વિરામસ્થિતિમાંથી વર્તુળના વક્ર ભાગ ઉપર ધર્ષણરહિત પથ પર $A$ થી $B$ ગતિ કરે છે $B$ આગળ વસ્તુનો વેગ. . . . . હશે.
$2m$ લંબાઇની ચેઇન ટેબલ પર $60cm$ લંબાઇ લટકતી હોય,તેવી રીતે પડેલ છે.જો ચેઇનનું દળ $4 \,kg$ હોય,તો ચેઇનને ટેબલ પર લાવવા કેટલા .............. $\mathrm{J}$ કાર્ય કરવું પડે?
લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી $50.0 \;g$ દળની ગોળીને $200 \;m s ^{-1}$ ની ઝડપે $2.00 \;cm $ જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ગોળીને તેની પ્રારંભિક ગતિઊર્જાની $10 \%$ ઊર્જા. સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી ગોળીની ઝડપ કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ $PQR$ પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ $P$ પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ $R$ પર સ્થિર થાય છે.પથ $PQ$ અને $QR$ પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ $PQ $ થી $QR$ દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક $\mu $ અને અંતર $x$ $(=QR)$ ની કિંમતો લગભગ ક્રમશ: છે.
બે અવલોકનકારો $v$ ઝડપે અને એકબીજાની સાપેક્ષે સુરેખરેખા પર ગતિ કરે છે તેમ લો તેઓ $m $ દળનો એક ટુકડો $l$ અંતર સુધી ખરબચડી સપાટી પર ગતિ કરે છે તેનું અવલોકન કરે છે. બે અવલોકનકાર દ્વારા કરેલા અવલોકનમાં નીચે આપેલ પૈકી કઈ રાશિ સમાન રહેશે?