એક ટોપલામાં $3$ કેરી અને $3$ સફરજન છે. જો બે ફળો લેવામાં આવે તો એક કેરી અને એક સફરજન મળવાની સંભાવના કેટલી થાય ?
$2/3$
$3/5$
$1/3$
આપેલ પૈકી એક પણ નહિં
એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર $6$ ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ?
તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
કાળા રંગનું હોય તેની સંભાવના શોધો.
ધારો કે જેમાં બરાબર એક અંક $7$ હોય જ તેવી $4-$અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ $A$ છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ $A$ ના એક ઘટકને $5$ વડે ભાગતાં શેષ $2$ વધે તેની સંભાવના ..... છે.
એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ભૂરા રંગની ન હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
$A$ અને $B$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.