આકૃતિતિાં દર્શાવ્યા અનુસાર $2 Q$ અને $3 Q$ જેટલો વિદ્યુતભાર ઘેરતા બે પોલા સમકેન્દ્રીય સમઘનો $C_1$ અને $C_2$ છે. $C_1$ અને $\mathrm{C}_2$ માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર_____________છે.
$2:5$
$5:2$
$2:3$
$3:2$
જો બંધ ગાળામાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર વિશે શું કહી શકાય ?
ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
એક વિધુતક્ષેત્ર ધન $x$ માટે ધન $x$ -દિશામાં અને સમાન છે તેમજ ઋણ $x$ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ $x$ -દિશામાં છે. $x\,>\,0$ માટે $E = 200\hat i\;N/C$ અને $x\,<\,0$ માટે $E = - 200\hat i\;N/C$ આપેલ છે. $20\, cm$ લંબાઈ અને $5 \,cm$ ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને અક્ષ $x$ -દિશામાં છે, જેથી એક સપાટી $x = +10\, cm$ અને બીજી $x =-10 \,cm$ આગળ છે (આકૃતિ). $(a)$ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફલક્સ કેટલું છે ? $(b)$ નળાકારની વક્ર બાજુમાંથી ફલક્સ કેટલું છે ? $(c)$ નળાકારમાંથી બહાર આવતું કુલ લક્સ કેટલું છે ? $(d)$ નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે ?
એક બ્લેક બૉક્સની સપાટી આગળના વિદ્યુતક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફલક્સ $8.0 \times 10^{3} \;N\,m ^{2} / C$ છે.
$(a)$ બૉક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? $(b)$ જો બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ $(Net)$ ફલક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બૉક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ?
વિદ્યુતક્ષેત્ર રેખાઓ બંધગાળા કેમ રચતી નથી ? તે સમજાવો ?