વિદ્યુતક્ષેત્ર રેખાઓ બંધગાળા કેમ રચતી નથી ? તે સમજાવો ?
સમક્ષિતિજ સમતલ પર $a$ ત્રિજ્યાનો વિજભારરહિત અર્ધગોળો પડેલો છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર શિરોલંબ સાથે $\frac {\pi }{4}$ ના ખૂણે એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવેલ છે.અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?
ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલાં ધનકોણ પર કેવી રીતે આધાર રાખે છે ?
વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.
અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E = {E_0}\hat i + 2{E_0}\hat j$ મુજબ આપવામાં આવે છે જ્યાં $E_0\, = 100\, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર રહેલી $0.02\, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?
ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરો.