$A$ અને $B$ પદાર્થો વરચેનું અંતર $r$ છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અંતરના વર્ગના વ્યસ્ત છે. તો આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વીય બળ અંતરની ચતુર્ધાતના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થ $A$ નો પ્રવેગ શોધો.
પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?
પૃથ્વીની ઘનતા બદલાયા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પૃથ્વીની સપાટી પરના પદાર્થનું વજન શોધો.
પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે ?
પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહમાં રહેલા અવકાશયાત્રીનું વજન કેટલું હોય ?