જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે
એક પદાર્થ પર લાગતા બળ $F$ $\to $ સમય $t$ ના આલેખમાં $1s$ ના સમયગાળામાં ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય $100\, NS$ છે, તો બળનું મૂલ્ય ગણો.
$Ns$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વેગમાનનું પારિમાણિક સૂત્ર લખો.
સુરેખ પથ પર ગતિ કરતાં પદાર્થને કોણીય વેગમાન પણ હોઈ શકે ?
$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.