$Ns$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ? વેગમાનનું પારિમાણિક સૂત્ર લખો.
$m$ દળનો કણ $u $ વેગથી $ m$ દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?
નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :
$(a)$ પદાર્થના દળ અને તેના વેગમાનના ગુણાકારને રેખીય વેગમાન કહે છે.
$(b)$ જડત્વ એટલે દળ અને જડત્વનું માપ એટલે ફેરફારનો વિરોધ.
$(c)$ બળ એટલે વેગમાનનો ફેરફાર.
બંદુક દ્વારા ગોળી પર લાગતું બળ $F =\left(100-0.5 \times 10^{5} t \right) N$ છે.ગોળી $400 \,m / s$ નાં વેગથી બહાર આવે છે.જ્યારે ગોળી પર બળ શૂન્ય થાય. ત્યારે બળનો આઘાત ($N - s$ માં) કેટલો હશે?
નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પદાર્થ પર લાગતુ બળ એ સમય સાથે બદલાતો રહે છે. જો પદાર્થનુ પ્રારંભિક વેગમાન $\vec{p}$ છે, તો પદાર્થ વડે તેનું $\vec{p}$ વેગમાન ફરીથી જાળવી રાખવા માટે લેવામાં આવતો સમય છે
$m$ દળ ધરાવતો એક કણ $v_1$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. કણને આઘાત આપતા તેનો વેગ $v_2$ થાય છે. આઘાતનું મુલ્ય કોને બરાબર હશે?