''વેગમાન અને વેગમાનનો ફેરફાર હમેશાં એક જ દિશામાં હોતા નથી .'' ઉદાહરણ આપી સમજાવો.
દોરીનાં એક છેડે પથ્થર બાંધીને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ધુમાવવામાં આવે ત્યારે વેગમાનનું મૂલ્ય અચળ રહે છે પણ તેની દિશા સતત બદલાય છે.
વેગમાનની દિશામાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે જે આપણા હાથ વડે લગાડાય છે.
પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યાના વર્તુળમાં ધુમાવવા અથવા આ બંને ક્રિયા કરવા મોટુ બળ લગાડવાની જરૂર પડે છે.વેગમાનમાં ફેરફારનો દર મોટો હોય, તો લગાડેલું બળ પણ મોટુ હોય.
આ ગુણધર્મોના લીધે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે છે.
એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?
ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર બે પદાર્થોના $FBD$ કેવી રીતે દોરી શકાય ?
$3\,kg$ ના દળ પર લાગતા બળનો આલેખ આપેલ છે.તો તેનું વેગમાન ........... $N-s$ થાય.
પદાર્થને ગતિઊર્જા ન હોય તો વેગમાન પણ ન હોઈ શકે. સહમત છો ?
રેખીય વેગમાનનો ફેરફાર અને આ ફેરફાર થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?