ત્રુટિઓ માટે સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ અંગેનો નિયમ લખો.
જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$ $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$
અવરોધ $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 200 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?
ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?
એક વિદ્યાર્થી સાદા લોલકના $100$ આવર્ત (દોલન) માટેનો સમય ચાર વખત માપે છે અને તે $90\;s$ ,$91\;s $,$95\;s$ અને $92\;s$ છે. જો ઘડિયાળની લઘુતમ માપશકિત $1\;s$ હોય, તો તેણે સરેરાશ સમય કેટલો લખવો જોઇએ?