અવરોધ $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 200 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?
$7\, \Omega , 2.3 \%$
$1\, \Omega , 0.3 \%$
$3\, \Omega , 1 \%$
$4\, \Omega , 1.3 \%$
ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)\;mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$$V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?
જો $a, b, c$ ના પરિમાણમાં જો $A, B$ અને $C$ એ પ્રતિશત ત્રુટિ હોય તો $ABC$ ની અંદાજીત ત્રુટિ કેટલી હશે ?
ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?
જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.