બે રાશિના મૂલ્યો સાધનથી ચોકચાઈ પૂર્વક માપતા $A = 2.5\,m{s^{ - 1}} \pm 0.5\,m{s^{ - 1}}$, $B = 0.10\,s \pm 0.01\,s$ મળે છે. તો $AB$ નું માપન કેટલું થાય?
નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ?
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?
એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
ત્રુટિઓનો અંદાજ એટલે શું ? અને તેની રીતો લખો.