નિયમિત વર્તુળાકાર પથ પરની ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળના સૂત્રો લખો.
ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે $(FBD)$ ની મદદથી મહત્તમ સલામત ઝડપ $(v_{max})$ નું સૂત્ર મેળવો.
એક છોકરો કેન્દ્રથી $5 \,m$ નાં અંતરે ચકડોળનાં સમક્ષિતિજ પ્લેટફોર્મ પર બેઠો છે. આ ચકડોળ ફરવાનું શર કરે છે અને જ્યારે કોણીય ઝડપે $1 \,rad/s$ થી વધી જાય છે, ત્યારે છોકરો ફક્ત લપસે છે. છોકરો અને ચક્ર વચ્ચેનો ઘર્ષણાંક શું છે $\left(g=10 \,m / s ^2\right)$
$m$ દળની એક રેસિંગ કાર $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ (track) પર $v$ વેગથી ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_{s}$ હોય તો કાર પર નીચે તરફ લાગતાં લિફ્ટ બળ $F_{L}$ નું ઋણ મૂલ્ય કેટલું હશે?
(બધાજ ટાયર દ્વારા લાગતું બળ સમાન ધારો)
વિધાન $I :$ એક સાઈકલ સવાર ઢોળાવ વગરના રસ્તા ઉપર $7\, kmh ^{-1}$ના ઝડપથી ગતિ કરે છે અને $2 \,m$ ની ત્રિજ્યા ધરાવતાં પથ પર પોતાની ઝડપ ઘટાડવા સિવાય એક sharp વળાંક લે છે. સ્થિત ઘર્ષણાંક $0.2$ છે. સાઈકલ સવાર સરક્તો નથી અને વળાંક પસાર કરે છે. $\left( g =9.8\, m / s ^{2}\right)$
વિધાન $II :$ જો રસ્તો $45^{\circ}$ ના કોણે ઢળેલા હોય તો સાઈકલ સવાર $2\, m$ ત્રિજ્યા ધરાવતો વળાંક સરક્યા સિવાય $18.5\, kmh ^{-1}$ની ઝડપ સાથે પસાર કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો :
$3\; m$ ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે $200\; rev/min$ (પરિભ્રમણ/મિનિટ)થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને $70 \;kg$ નો એક માણસ ઊભો છે. દીવાલ અને તેનાં કપડાં વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. જો તળિયું એકાએક દૂર કરવામાં આવે, તો માણસ (પડ્યા વિના) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ?