પાણીના ઉત્કલનબિંદુ પર દબાણની શું અસર થાય છે ?
બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય?
ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.