ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
કેટલાક એવા પદાર્થો છે જે અને અવસ્થામાં ઉષ્મા આપતાં સીધા જ વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે પ્રવાહીઅવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે, પ્રવાહી-અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં થતાં રૂપાંતરણને ઊર્ધપાતન $(Sublimation)$ કહે છે અને ઉર્વપાતન પામતા પદાર્થોને ઊર્ધ્વપાતી પદાર્થો કહે છે.
સૂકો બરફ (ધન $CO_2$ ), આયોડિન વગેરે ઊર્ધ્વપાતી પદાર્થ છે.
ઊર્ધ્વપાતનની પ્રક્રિયા દરમિયાન પદાર્થની ધન-અવસ્થા અને વાયુ-અવસ્થા એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં હોય છે,
એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?
યોગ્ય જોડકા જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(i)$ સબ્લિમેશન વક્ર |
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ | $(ii)$ ફ્યુઝન વક્ર |
$(iii)$ બાષ્પીકરણ વક્ર |
ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે તે જણાવો.
પ્રેશરકુકરમાં રસોઈ ઝડપથી શાથી થાય છે ?