બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બરફને ગરમ કરતાં બધા જ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યાં સુધી તેનું તાપમાન અચળ રહે છે. જે ના પાણીને ગરમ કરવાનું ચાલુ રાખીએ તો તાપમાન વધીને $100°\,C$ નજીક પહોંચે ત્યાં સુધી વધે છે અને $100°\,C$ તાપમાને સ્થિર થઈ જાય છે | પાણીનું તાપમાન $100°\,C$ થયા બાદ આપેલી ઉષ્માના જથ્થાથી તેનું તાપમાન વધતું નથી પણ પ્રવાહી (પાણી)અવસ્થાને વરાળ અથવા વાયુ-અવસ્થામાં રૂપાંતર કરવામાં વપરાય છે.  પ્રવાહી-અવસ્થામાંથી વાયુ (વરાળ) અવસ્થામાં થતા રૂપાંતરણને બાષ્પીકરણ $(vaporisation)$ કહે છે. પ્રવાહીનો સમગ્ર જથ્થો વરાળમાં રૂપાંતરિત થાય ત્યાં સુધી તાપમાન અચળ રહે છે, પ્રવાહી-અવસ્થામાંથી વાયુ-અવસ્થાની રૂપાંતરણ પ્રક્રિયા દરમિયાન બંને અવસ્થાઓ (પ્રવાહી અને વાયુ) ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે, જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉમીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે તે તાપમાને તે પ્રવાહી (પદાર્થ) નું ઉત્કલનબિંદુ $(boiling\,point)$ કહે છે, પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ : આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, અડધાથી વધુ પાણી ભરેલા એક ગોળ તળિયાવાળા (રાઉન્ડ બૉટમ)ફલાસ્ક (ચંબુ) ને બર્નર પર મૂકો, ફલાસ્ટના બુચમાં થરમૉમિટર તથા વરાળ કાઢવાની નળી પસાર કરીને તે બૂચને હવાચુસ્ત ફીટ કરો. ફલાસ્કમાં રહેલું પાણી ગરમ કરતા સૌપ્રથમ પાત્રીમાં રહેલ હવા, નાના પરપોટા સ્વરૂપે બહાર આવે છે, પછી તળિયે વરાળના પરપોટા રચાય છે, જે ઠંડા પાણીમાં ઊંચે ચઢીને ટોચ પર કારણ પામે છે અને પરપોટા અદૃશ્ય થઈ જાય છે.

Similar Questions

ગુપ્ત ઉષ્માનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે  તે જણાવો.

દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....

પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?

$m\, kg$ ના દળને તેના ગલનબિંદુ પર ઓગળેલ રાખવા માટે $P$ વોટ પાવરની જરૂર પડે છે.જ્યારે પાવર બંધ કરવામાં આવે ત્યારે તે $t\,sec$ સમયમાં ઘનમા ફરી જાય છે.તો તેના દ્રવ્યની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

  • [IIT 1992]

ગલન અને ગલનબિંદુ કોને કહે છે ? ગલનબિંદુનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?