અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
એન્ટિબાયોટિક (પ્રતિજીવી)
એન્ટાસિડ (પ્રતિઍસિડ)
એનાલ્જસિક (વેદનાહર)
એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી)
આલ્કોહોલ અને ગ્લૂકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ ઍસિડની માફક વગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો.
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?
જ્યારે ઍસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો $(H_3O^+)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?