તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તટસ્થીકરણ પ્રક્રિયા :

સામાન્ય રીતે ઍસિડ અને બેઇઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે.

ઍસિડ + બેઇઝ - ક્ષાર + પાણી

તટસ્થીકરણ પ્રક્રિયાના ઉદાહરણ :

$HNO _{3}(a q)+ KOH (a q) \rightarrow KNO _{3}(a q)+ H _{2} O (l) HCl (a q)+ NaOH (a q) \rightarrow NaCl (a q)+ H _{2} O (l)$
 
$HCl (a q)+ KOH (a q) \rightarrow KCl (a q)+ H _{2} O (l)$

Similar Questions

એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.

$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?

$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ? 

એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ......... ધરાવે છે.

કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ? 

$H^+_{(aq)}$ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે ? 

સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.