શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી જયારે વરસાદનું પાણી વિદ્યુતવહન કરી શકે છે  કારણ કે નિસ્યંદિત પાણી એ સંપૂર્ણપણે શુદ્ધ પાણી ગણાય છે. આથી તે કોઈપણ પ્રકારના આયનો ધરાવતું નથી. પરિણામે તે વિદ્યુતવહન કરી શકતું નથી. 

જ્યારે વરસાદના પાણીમાં થોડીક માત્રામાં ઍસિડના સ્વરૂપમાં વિદ્યુતવિભાજય હાજર હોય છે. જેના વિયોજનથી તે વિદ્યુતનું વહન કરી શકે છે.

વરસાદના પાણીમાં આ પ્રકારના ઍસિડ એ ઍસિડિક ઑક્સાઇડ જેવા કે $SO_2$, $NO_2$ વગેરેની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા ઉદ્ભવે છે અને અંતે તે વિયોજન દ્વારા આયનો મુક્ત કરે છે જે વિદ્યુતવહન માટે જવાબદાર છે.

Similar Questions

તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.

એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે.

$(a)$ તે તાજા દૂધની $pH$ ને $6$ થી થોડી બેઝિક ત૨ફ શા માટે ફેરવે છે ?

$(b)$ શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે ? 

પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....

$(a)$ તટસ્થ હશે ?

$(b)$ પ્રબળ બેઝિક હશે ?

$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?

$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?

$(e)$ નિર્બળ બેઝિક હશે ?

$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. 

પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ? 

ધાતનું એક સંયોજન $A$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.